Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

“ફુકરે રીટર્ન્સ” ની સફળતા બાદ,હવે ઍક્સેલ “3સ્ટોરીઝ” ની સાથે કરશે નવા વર્ષ ની શરૂઆત!

Share

ગયા વર્ષે બોક્સ ઓફીસ પર “ફુકરે રીટર્ન્સ” ની અપાર સફળતા બાદ, હવે ઍક્સેલ એન્ટરટેઇન્મેન્ટ ૨૦૧૮ ની પોતાની પહેલી ફિલ્મ “3સ્ટોરીઝ” રિલીઝ કરવા માટે તૈયાર છે.
૨૦૧૭ ઍક્સેલ એન્ટરટેઇન્મેન્ટ માટે એક સારું વર્ષ સાબિત થયું જ્યાં રઈસ, ઇનસાઈડ એજ અને ફુકરે રીટર્ન્સ ની એક પછી એક સફળતા ની સાથે પ્રોડક્શન હાઉસ બોક્સ ઓફીસ પર હેટ્રિક નોંધાવામાં સફળ રહ્યું.
રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર નું આ પ્રોડક્શન હાઉસ હવે “3સ્ટોરીઝ” ની રિલીઝ સાથે નવા વર્ષ ની શરૂઆત કરશે.
રેણુકા શહાણે,સરમણ જોશી,પુલકિત સમ્રાટ,રુચા ચડ્ડા,મસુમેહ માખીજા દ્વારા અભિનીત “3સ્ટોરીઝ” ના ટીઝરે દર્શકો ના હિટ માં કામ કર્યું જેને જોયા બાદ,હવે દર્શક કિરદારો ની પાછળ રચાયેલી કહાની જાણવા માટે ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.
ટીઝર માં પ્રમુખ કિરદારો ની એક બીજા થી જોડાયેલી કહાની ને જોઈ ને એ તો સાફ થઇ ગયું છે કે આ ફિલ્મ રોચક મોડ થી ભરપૂર હશે.ફિલ્મ ના ટીઝર માં બધા કિરદારો ના અણદેખા અવતારો જોવા મળ્યા, જ્યાં પુલકિત સમ્રાટ સૂટ-બુટ માં નજર આવ્યા ને જ્યાં રુચા ચડ્ડા પારંપરિક અવતાર માં સજી-ધજી જોવા મળી.
થ્રિલર ના સિવાય,ઍક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અક્ષય કુમાર અભિનીત “ગોલ્ડ” અને જોયા અખ્તર દ્વારા નિર્દેશિત રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ની ફિલ્મ ‘ગુલ્લી બોય’ ની સાથે દિલચસ્પ કહાની રજૂ કરવા માટે તૈયાર છે.
વિજ્ઞાપન ફિલ્મો માં પોતાની કમાલ દેખાડી ચુક્યા અર્જુન મુખરજી 3સ્ટોરીઝ ની સાથે નિર્દેશન ની ટોપી પહેરવા માટે તૈયાર છે.
પ્રિયા શ્રીધરણ, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત,કહાની તમને લોકોને ‘અસલી’ ચહેરા ના વિષય માં વિચારવા માટે મજબૂર કરી દેશે.અર્જુન મુખરજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક મધ્યમવર્ગીય ચાલ માં સ્થાપિત છે અને અમુક જટિલ રીતે મળતા જીવન ને દર્શાવે છે.
બી4યુ મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત, 3સ્ટોરીઝ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ રજૂ કરવામાં આવશે.
(દિવ્યા સોલંકી)

Share

Related posts

વડોદરા : ધંધાની લાલચમાં સંબંધીઓનો સહારો લઇ પુત્રએ જ પિતાની કરી હત્યા

ProudOfGujarat

ભરૂચ : કોરોનાથી સંક્રમિત થયેલ વધુ એક એસઆરપી જવાન પણ કોરોનાને હરાવીને સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

મંગળવારે મતદાન કરશે ભરૂચ,લોકશાહી નાં મહા પર્વ એવા મતદાન ને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ

ProudOfGujarat
error: Content is protected !!