સુરેન્દ્રનગરના અંધ વિદ્યાલય રોડ પર રહેતા વેપારીએ રાજકોટના આશાનગરમાં રહેતા તેમના સગાને રૂપિયા 5.70 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે આપેલા રૂપિયા 2 લાખનો ચેક બેંકમાંથી બેલેન્સના અભાવે પરત ફર્યો હતો. ત્યારે આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.
…સુરેન્દ્રનગરના અંધ વિદ્યાલય રોડ પર આવેલા મુરલીધર પાર્કમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડે તેમના રાજકોટના આશાનગરમાં રહેતા સગા જીજ્ઞેશ હસમુખભાઈ રાઠોડને વર્ષ 2016માં રૂપિયા 5.70 લાખ ધંધાના કામ માટે હાથ ઉછીના આપ્યા હતા. આ પૈસા પરત લેવાની માંગણી કરાતા જીજ્ઞેશભાઈએ તા. 27-09-2016ના રોજ ઉછીની લીધેલી રકમ પેટે રૂપિયા 2 લાખનો ચેક ભરતભાઈને આપ્યો હતો. આ ચેક ભરતભાઈએ બેંકમાં જમા કરાવતા તા. 04-11-2016ના રોજ બેંકમાંથી ફંડ ઈનસફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. આથી ભરત બાબુભાઈ રાઠોડે જીજ્ઞેશ હસમુખભાઈ રાઠોડ સામે સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં તા. 03-12-2016ના રોજ કેસ કર્યો હતો.આ અંગેનો કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદીના વકીલ એન.આઈ.જાનીની દલીલો, 1 મૌખિક પુરાવા અને 5 દસ્તાવેજી પુરાવાના આધારે સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ ક્લાસ કોર્ટના જજ બી.આર.કારીયાએ જીજ્ઞેશ હસમુખભાઈ રાઠોડને કસુરવાર ઠેરવ્યા હતા. પોતાના ચૂકાદામાં ન્યાયાધીશે આરોપી જીજ્ઞેશ હસમુખભાઈ રાઠોડને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ફરિયાદીને ચેકની રકમ રૂપિયા 2 લાખ વળતર સ્વરૂપે 30 દિવસમાં આપવા પણ જણાવ્યુ છે. જો જીજ્ઞેશ રાઠોડ આ રકમ આપવામાં કસુર કરે તો વધુ 3 માસની સજાનો પણ ચૂકાદામાં ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ આરોપીની ગેરહાજરી કોર્ટે જજમેન્ટ આપીને આરોપી જીજ્ઞેશ રાઠોડનું ધરપકડ વોરંટ પણ ઈસ્યુ કર્યુ છે.
સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ
Advertisement