સુરત રેંજ આઇજીની બારડોલી ખાતે પત્રકાર પરિષદ યોજાતા વિવિધ પ્રશ્નો અંગે રસપ્રદ છણાવટ કરવામાં આવી હતી. જેમ કે એમ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત મહરાષ્ટ્ર રાજ્યને જોડતા હાઇવે પર દર એક મિનિટે 80 વાહનો પસાર થાય છે. આટલા વાહનોની અવરજવર વચ્ચે ગયા વર્ષે સ્ટેટ હાઇ વે પર 488 અને નેશનલ હાઇ વે પર 690 અકસ્માત સર્જાયા છે ત્યારે લોકોમાં ટ્રાફિક અવરનેસ આવે તે માટે બારડોલી ખાતે 17 ફેબ્રુઆરીએ 21 મીટરની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. એવી જ રીતે સુરત તાપી જિલ્લાના એસ.પી. અને રેંજ આઇ.જી. એ પત્રકાર પરિષદ યોજી ટ્રાફીક અવરનેસ માટે 5, 10 અને 21 કિલોમીટરની મેરોથોન દોડ યોજાશે એવી જાહેરાત કરી હતી.
Advertisement