Proud of Gujarat
GujaratFeatured

સુરત-ઓલપાડ રોડ ઉપર અક્સ્માત: મહિલાનું ઘટનાસ્થળે મોત થતાં લોકોએ ચક્કાજામ કર્યું

Share

સુરતથી ઓલપાડ જવાના રસ્તા પર આવેલ તળાદ પાટિયા પાસે અકસ્માતનો બનાવ બનતા તવેરા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે રાહદારીઓને અડફેટમાં લીધા હતાં. જેમાં રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ બનાવને વિગતે જોતા સુરત-ઓલપાડ રસ્તા પર વિવિધ સ્થળોએ અને ખાસ કરીને તળાદ પાટિયા પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે. જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ રોડ પર બમ્પર મુકવા અંગે વારંવાર રજુઆતો કરવામાંઆવી હતી. પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યું ન હતું. પરંતુ તળાદ પાટિયા પાસે એક તવેરા કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પરંતુ આ ઘટનાના બનાવમાં એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જેના કારણે લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને રસ્તા પર બેસી ચક્કાજામ કર્યું હતું. પોલીસ અને તંત્ર દ્વારા ચક્કાજામ કરતા લોકોને સમજાવવા અંગેની પ્રક્રિયા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

થામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શુરભી તમાકુવાલાનો વોર્ડ નર્કાગાર સમાન. આને કહેવાય દિવા તળે અંધારું…!

ProudOfGujarat

તસ્વીરની ચર્ચા પાછળ ફેરબદલનું ગણિત???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!