અંકલેશ્વરના તબીબ પરિવાર સાથે સંબંધ કેળવી સગીરાને બહેન બનાવી તેની પર વારંવાર બળાત્કાર ગુજારનારને નામદાર અદાલતે કડક સજા ફટકારી
સગીરાને બેન બનાવી વારંવાર બળાત્કાર ગુજારનારને કોર્ટે શું કર્યું…..જાણો વધુ….
સમાજમાં એવા કિસ્સા વધી ગયા છે કે જેમાં સંબંધોને મહત્વ અપાતું નથી માનીતી બહેન તરફ નજર બગાડનાર નરાધમ ભાઈઓ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા કહેવાતા ભાઈઓને સબક શીખવાડતો ચુકાદો નામદાર અદાલતે આપતા નરાધમને બોધપાઠ મળ્યો છે જ્યારે સમગ્ર સમાજને સાવચેત થવા લાલબત્તી સમાન ચુકાદો આવેલ છે કે માનીતો ભાઈ ક્યારે શેતાન અને માનીતા કાકા ક્યાંરે હેવાન બને તેવા કળિયુગ છે અંકલેશ્વર જીઆઇડીસીવિસ્તારમાં 2013માં અંકલેશ્વર ખાતે સ્થાયી થયું હતો પરિવારમાં બે દીકરા તે પૈકીનો એક દીકરો ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરે છે અને ત્રણ વર્ષનો દીકરો અને બાર વર્ષની નાની દીકરી તેમજ14 વર્ષ ની ભોગ બનનાર સગીરા સાથે અંકલેશ્વર ખાતે રહે છે આ પરિવારને તેમના ઘરની નજીક આવેલા મોબાઇલ તેમજ ફોટો સ્ટુડિયો ની દુકાન ધરાવતા બે સંતાનોના પિતા પ્રકાશ ચંદ્રશેખર બરાલ સાથે પારિવારિક સંબંધ બંધાયા મોબાઇલ રિચાર્જ કરાવવા અવારનવાર દુકાને જતા હોય પ્રકાશ સાથે ઘરોબો થયો તે દરમિયાન રક્ષાબંધનનો પર્વ આવતા ભોગ બનનાર પાસે રાખડી બંધાવી તેનો માનીતો ભાઈ બન્યો હતો પરંતુ પ્રકાશની દાનત ખોટી હોવાના પગલે તે પોતાની યોજના બનાવી રહ્યો હતો જ્યારે આ બાબતથી અજાણ મહિલા ડોક્ટરઅને તેના પતિ આખો દિવસ ક્લિનિક પર હોય ત્યારે પ્રકાશ તેમના ઘરે આવતો જતો જે સંબંધ ના આધારે સહજ ગણાતું એક વાર અચાનક પ્રકાશે ભોગ બનનાર ને જણાવ્યું કે તું મને ગમે છે હું તને લાઈક કરું છું એમ પટાવવા ફોસલાવાનો પ્રયાસ કરેલો પરંતુ સગીરા તાબે ન થતાં સગીરાને જાનથી મારી નાખવાની તેમજ આરોપી પોતાના હાથ ની નસ કાપી નાખી દઇશુ જાહેરમાં આત્મહત્યા કરીશ સગીરાના મોઢા પર એસિડ છાંટીશ,કહી નાની બેન ને બીજા રૂમમાં પૂરી દઈને આરોપી પ્રકાશ એ સગીરા પર બળાત્કાર કર્યો હતો ત્યારબાદ વારંવાર ધમકી આપી બળાત્કાર ગુજારતો ધમકીના પગલે સગીરા કાઈ કરી શકતી ન હતી તેવામાં વારંવારના બળાત્કારના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો ત્યારે આરોપીએ ગર્ભપાતની દવા લાવીને આપતા સગીરા ની તબિયત લથડી ગઈ હતી જેથી મહિલા ડૉક્ટર ને તમામ બનાવની જાણ થઇ હતી પરંતુ સમાજમાં આબરૂ જવાની બીકે આરોપી સાથે સમાધાન કરી લીધું હતું જે એક આ બનાવનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય જેનો લાભ આરોપીએ લીધો અને ફરીથી ક્લિનિક પર જતા ત્યારે ઘરના દરવાજાની જાડી ચાવીથી તોડી અંદરનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશે અને નાની બહેનને બીજા રૂમમાં પૂરી જાનથી મારી નાંખવાની ધમકી આપી પાસવી બળાત્કાર કરી જતો રહ્યો હતો ત્યારબાદ માતા પિતા ઘરે આવતા અને બનાવની જાણ થતાં પોલીસમાં ફરિયાદ આપવાની તૈયારી કરી હતી.મહિલા ડોક્ટર દંપતી ને ફરી એકવાર આરોપીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ તારીખ 11 /6 /2016 ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે ફર્સ્ટ 66/ 2016 ipc ૩૧૩,૩૭૬ અને ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એકટ પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો આરોપીની અટક થયા બાદ ચાર્જશીટ દાખલ થતા કેસ ભરૂચના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડયા ની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી પ્રકાશ ચંદ્રશેખર બરાલને વિવિધ કલમ હેઠળ કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત સજા અને ભોગ બનનાર ને રૂપિયા ૩ લાખ વળતર આરોપીએ ચૂકવવાનો હુકમ કરેલ છે તેમજ લીગલ ઔથોરિટીને પણ ભોગ બનનારને વળતર આપવા ભલામણ કરેલ છે