Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્પોર્ટ્સ એસોસિએશને સેવાકીય કાર્યની શરૂઆત કરી.

Share

રાજપીપળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્પોર્ટ્સ એસોસિએશને સેવાકીય કાર્યની શરૂઆત કરી.

રાજપીપળા:હાલ ફેશન એટલી હદે વધી ગઈ છે કે કપડાં,બુટ અથવા કોઈ પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદીએ એની બીજી જ સેકન્ડે એ તમામ વસ્તુઓનું અપગ્રેડેશન કરી કંપની માર્કેટમાં મૂકી દે છે.એટલે લોકો પણ પોતે ખરીદેલી જૂની વસ્તુઓએ બાજુએ મૂકી નવી અપગ્રેડ થયેલી પ્રોડક્ટ ખરીદતા હોય છે.એક સમય એવો પણ આવે છે કે ભેગી થયેલ જૂની વસ્તુઓનો પૈકી કપડાનો ઢગલો ક્યાંક ફેંકી દેવાય છે અથવા ઘરમાં સફસફાઈમાં ઉપયોગ લેવાય છે.

Advertisement

બીજી બાજુ દેશમાં અમુક વર્ગ એવો પણ છે કે જેમને શરીરે સારા કપડાં કે પગમાં પગરખાં પહેરવા પણ નસીબ નથી હોતા.બીજું કે ગરીબ પરિવાર પાસે એટલા રૂપિયા પણ નથી હોતા કે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે.તો જૂના થઇ ગયેલા કપડાં,પગરખાં ફર્નિચર સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ ફેંકી દેવા કરતા ગરીબ અને જરૂરિયાત મંદોને કામ આવે એ માટે નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ એસોસિએશન અને સુરક્ષા સેતુ સોસાયટીએ રાજપીપળામાં ભલાઈની દીવાલ નામે એક સેવાકીય કાર્યની શરૂઆત કરી.રાજપીપળા પોલીસ લાઈનની એક દીવાલને ભલાઈની દીવાલ નામ આપવામાં આવ્યું અને ત્યાં જ મોટા મોટા બોક્સ મુકવામાં આવ્યા,આમ કરવા પાછળનો હેતુ એવો છે કે જુના થઈ ગયેલા જે વપરાશમાં લેવાતા જ ન હોય એવા કપડાં,પગરખાં આ બોક્સમાં મૂકી જાય અને જે પણ જરૂરિયાત મંદને જરૂરી હોય એ લઈ પણ જાય.

ભલાઈની આ દિવલને નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાએ,ડીવાયએસપી પરમાર,નર્મદા જિલ્લા બાર એસોસીએસસન પ્રમુખ એડવોકેટ વંદના ભટ્ટ,રાજપીપળા સ્પોર્ટ્સ એસોસિએશન પ્રમુખ ડો.નૈષધ પરમાર સહિત રાજપીપળાના રહેવાસીઓ ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી.રાજપીપળા સ્પોર્ટ્સ એસોસીએશન ટીમે આ સેવાકીય કાર્યની શરૂઆત કરવા અને કાર્યક્રમને સફળ બનાવવા મેહનત કરી હતી.લોકો આ મામલે જાગૃત થાય એવા પ્રયાસો હાથ ધરવા તથા મોટી સંખ્યામાં લોકો ભાગ લે એવી પોલીસ વડાએ લોકોને અપીલ કરી હતી.આ કોન્સેપ્ટના વિચારક મુકેશ નેગી (AIO) દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બની કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

આગામી 48 કલાકમાં થશે કેરળમાં ચોમાસાનું આગમન, IMD કરી જાહેરાત

ProudOfGujarat

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં શરીર પર ફોલ્લીઓ અને તાવથી 5 બાળકોના મોત, 100 થી વધુ બીમાર, વિચિત્ર બીમારીથી લોકોમાં ડર

ProudOfGujarat

નવ રત્ન જાહેર સાહસ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક, ઇન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે હરીશ જોષી નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!