Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરવા હડફના પીએસઆઈને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા

Share

મોરવા હડફના પીએસઆઈને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જે.એન. પરમારને તેમની પ્રશંસનીય કામગીરી બદલ જીલ્લાકક્ષાનાં ઘોંઘબાના રણજીતનગર ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં મંત્રીશ્રી રમણલાલ પાટકરના હસ્તે સન્માન કરવામા આવતા સમગ્ર પોલીસ બેડામાંખુશીની લાગણી છવાઇ છે.

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પીએસઆઈ તરીકે જે.એન.પરમાર ફરજ બજાવી રહ્યા છે.જેઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.જેમા મોરવા હડફમાં વિદેશી દારુની હેરાફેરી પર પણ સતત નજર રાખીને તેના પર અંકુશ લગાવ્યો છે.તેના કારણે બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તાજેતરમાં મોરવા હડફ પંથકના બાળકીઓના અપહરણના ચકચારી કેસનો ભેદ ઉકેલી બાળકીઓને અપહરણ કારોના ચુંગાલમાથી છોડાવી હતી.વધુમાં આંતર રાજ્યના ૪૬જેટલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડીને
સિધ્ધી હાસંલ કરી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઘોંઘબા તાલુકાના રણજીતનગર ખાતે કરવામાં આવી હતી.જેમા મંત્રીશ્રી રમણલાલ પાટકર દ્વારા પીએસઆઈ જે.એન.પરમારને પોલીસવિભાગમાં પ્રશંસનીય કામગીરી બદલ સન્માનપત્ર આપીને સન્માન કરવામા આવ્યુ હતુ.જેને લઇને સમગ્ર પંચમહાલ જીલ્લાના પોલીસબેડામાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.તેમના સાથપોલીસ મિત્રો,પરિવારજનો,સ્નેહીશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવામાં આવી રહ્યા છે.


Share

Related posts

સુરેન્દ્રનગર : રૈયાભાઈ રાઠોડની જીલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં લીંબડી કોંગ્રેસનાં કાર્યકરોએ ફુલહારથી સ્વાગત કર્યું.

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રો પૂજન કરાયું.

ProudOfGujarat

નડિયાદના ભૂમેલ ગામની સીમમાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!