ભરૂચ જિલ્લામાં સોના જેવો ગણાતો દોઢસો વર્ષ જૂનો અને અંગ્રેજોના જમાના વખતનો ગોલ્ડન બ્રિજ વાહનચાલકો માટે આર્શીવાદરૂપ બની રહ્યો હતો પરંતુ તેમાંય ખાસ કરીને ટ્રાફિક જામની સમસ્યાઓના કારણે સરકાર દ્વારા ગોલ્ડન બ્રિજની બાજુમાં સમાયંતરે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં હવે વાહનચાલકોને ટ્રાફિક જામ માંથી છુટકારો મળી શકશે તેવા આશય સાથે નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ અષાઢી બીજના દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થનાર છે જેને લઇ નર્મદામૈયા બ્રીજ ને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યો છે અને જગ મગતી લાઈટીગોથી શણગાર કરતાની સાથે જ ભરૂચવાસીઓ માટે પણ આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ભરૂચ-અંકલેશ્વરને જોડતા અને અંગ્રેજો વખતના જમાનાનો ગોલ્ડન બ્રિજ સમગ્ર વાહનચાલકો માટે અવર-જવર માટે આર્શીવાદરૂપ બની ગયો હતો અને કેટલાય વાહનચાલકો નેશનલ હાઇવે 48 ઉપરના મૂલદ ટોલટેક્સનો ટોલ બચાવવાની લાહ્યમાં ગોલ્ડન બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા જેના કારણે ગોલ્ડન બ્રિજમાં ટ્રાફિકજામની સમસ્યાઓના કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નોકરી કરતા નોકરિયાતો પણ ટ્રાફિક જામનો ભોગ બનવાના કારણે ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા
ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની જતા ભરૂચના ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિ સરકારમાં ઉપરા – છાપરી ગોલ્ડન બ્રિજની બાજુમાં વધુ એક બ્રિજ બનાવવાની માંગ કરી સરકારમાં રજૂઆતો કરી હતી જેના પગલે સરકારે પણ ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં સમાયંતરે નર્મદામૈયા બ્રીજ બનાવવા માટે મંજૂરી આપવા સાથે ગ્રાન્ટની પણ ફાળવણી કરી હતી જેના પગલે છ વર્ષથી નર્મદામૈયા બ્રીજ ની કાનજી સતત ચાલી રહી હતી અને નર્મદામૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા અષાઢીબીજના પવિત્ર દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના હસ્તે લોકાર્પણ વિધિ માટે નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદામૈયા બ્રીજ ની તમામ કામગીરી પૂર્ણ કરવા માટે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ સતત ખડે પગે રહી કામ કરાવી રહ્યા છે
નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે હોવાના કારણે ૫૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલો અંકલેશ્વરના દક્ષિણ છેડાથી ભરૂચના સરકારી પોલીટેકનીક કોલેજ સુધીનો નર્મદામૈયા બ્રીજને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યો છે અને રંગબેરંગી લાઇટોથી ઝગમગતો કરી દેવાયો છે જેના કારણે સમગ્ર બ્રિજ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે નર્મદામૈયા બ્રીજ ભરૂચ અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતા નોકરિયાતો ઉદ્યોગકારો અને ખાસ કરીને ખેડૂતો માટે આર્શીવાદરૂપ સાબિત થઈ જશે તેમ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું
નવનિર્મિત નર્મદામૈયા બ્રીજ ખેડૂતો.ઉદ્યોગકારો અને નોકરિયાતો માટે આર્શીવાદરૂપ બની રહેશે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ
ભરૂચ જિલ્લાવાસીઓ ની વર્ષોની એક ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન રહી હતી અને આ સમસ્યા હલ કરવા માટે સરકારમાં રજૂઆત કરાઇ હતી.જેના પગલે સરકાર દ્વારા નર્મદામૈયા બ્રીજ બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી અને આજે નર્મદામૈયા બ્રીજ તૈયાર થઈ ગયો છે જેના કારણે ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર દિવસે બ્રીજનું લોકાર્પણ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે કરી આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે અને આ બ્રિજ રાહદારીઓ માટે પણ પિકનિક પોઇન્ટ તરીકે યાદગાર બની રહેશે બ્રીજની બન્ને સાઈડ વોકિંગની પણ સુવિધા કરવામાં આવી છે અને ખાસ કરી આ બ્રિજ વાહન ચાલકો સાથે ઉદ્યોગકારો નોકરિયાતો અને ખેડૂતો માટે પણ આર્શીવાદરૂપ બની રહેશે તેમ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું..
ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પગપાળા પણ અવરજવર કરી શકાશે.. ધારાસભ્ય દુષ્યંત પટેલ
ભરૂચનું ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ વાહનચાલકો માટે વારંવાર ટ્રાફિક જામ ની સમસ્યા થી લોકો પરેશાન હતા અને પગપાળા પણ અવરજવર કરી રહેલા લોકો માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી પરંતુ હવે ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદામૈયા બ્રીજમાં બ્રીજની બન્ને સાઈડ રાહદારીઓ નર્મદામૈયા બ્રીજ પગપાળા પણ અવરજવર કરી શકે તેવી સુવિધા પણ કરવામાં આવી છે કેબલ બ્રિજ પછી ભરૂચવાસીઓ ને આ એક નર્મદામૈયા બ્રીજની મોટી ભેટ મળી હોય તેમ કહી શકાય..
ભરૂચ નેશનલ હાઇવે ૪૮ ઉપર પણ ટ્રાફિક જામમાંથી વાહનચાલકોને રાહત મળશે..
ભરૂચના નેશનલ હાઇવે ૪૮ પર બિસ્માર માર્ગોને કારણે પણ સતત ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઇ રહ્યું હતું જેના કારણે કેટલાય વાહનચાલકો ગોલ્ડન બ્રિજ તરફ વળી વાહન લઇને પસાર થઇ રહ્યા હતા જેના કારણે ગોલ્ડન બ્રિજમાં પણ ટ્રાફિક જામને કારણે વાહનચાલકો અટવાઇ જતાં હતા પરંતુ હવે નર્મદામૈયા બ્રીજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકતાની સાથે જ નેશનલ હાઇવે ૪૮ ઉપર પણ હવે ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ જશે તે નિશ્ચિત છે
ભરૂચ તરફ નર્મદામૈયા બ્રિજની નીચે પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૃક્ષોનું વાવેતર કરાયું..
પર્યાવરણ બચાવોના ભાગરૂપે નર્મદામૈયા બ્રીજની નીચે ભરૂચ તરફથી સરકારી પોલીટેકનીક કોલેજ સુધીના બ્રિજની નીચે ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો સંદેશો પાઠવી રહ્યા છે અને મોટીમાત્રામાં વૃક્ષોનુ વાવેતર કરાયું છે અને લોકો ઠંડક વાતાવરણમાં દેશી શકે તેવી સુવિધા સાથે વૃક્ષોનું વાવેતર કરાયું હોવાના કારણે વાહનચાલકો માટે પણ આ પંથક ઠંડક ફેલાવતુ રહેશે તેમ લાગી રહ્યું છે