વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે નર્મદા પબ્લિક કેલરોક્ષ સ્કૂલ, ચાવજ ખાતે ખોરાક નો વ્યય થતો અટકાવવા માટે અને વિદ્યાર્થીઓમાં ખોરાક નું મહત્વ સમજાય તે માટે એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું,જેમાં મુખ્ય વક્તા તરીકે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ ને આમંત્રણ આપવામાં આવ્યું. પ્રકાશચંદ્ર પટેલ દ્વારા બાળકો ને સંસ્થાની માહિતી આપતા જણાવ્યું કે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી અન્નદાન માટે ચોવીસ કલાક ભરૂચ માં કાર્યરત છે, સંસ્થા ના સભ્યો દ્વારા આ વર્ષ દરમિયાન લગ્ન પ્રસંગ, જન્મ દિવસ, લગ્નતિથી, મુંડન સંસ્કાર કે સમાજ માં થતા કોઈપણ શુભપ્રસંગો માં વધતા અન્ન નો બગાડ થતો અટકાવવા અને તેને જરૂરીયાતમંદ અને ભુખ્યા લોકો સુધી અન્નને પહોંચવા અન્નદાન મહાદાન કરી એક ઝુંબેશ ચલાવી. જેમાં છેલ્લા આઠ મહિનામાંજ દસ હજારથી વધુ લોકો ને આવું દાન માં મળેલુ અન્ન જરૂરીયાતમંદ અને ભુખ્યા લોકો સુધી પહોંચવામાં આવ્યું . આ ઝુંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે અને ભરૂચ ખાતે પ્રસંગોમાં વધેલા અન્નનો એક દાણો પણ ન બગડે તે માટે સંસ્થા સંકલ્પિત થઇ ને કામ કરે છે.યુનાઈટેડ નેશન ના એક રીપોર્ટ પ્રમાણે દુનિયા માં ૮૨૧ મિલીયન લોકો ને તંદુરસ્ત જીવન જીવવા માટે પુરતો ખોરાક મળતો નથી.૧૫૦ મિલીયન બાળકો અપુરતા ખોરાક ને લીધે તેઓ કુપોષણ નો શિકાર બને છે.એક સર્વે પ્રમાણે ભારતમાં એક દિવસ માં ૩૦૦૦ બાળકો ખોરાક ન મળવાથી મૃત્યુ પામે છે અને ૧૯ કરોડ લોકો ને રાત્રે ભુખ્યા પેટે સુવુ પડે છે. તેની સામે ૨૧૦ મિલીયન ટન ધઉ વર્ષે બગડી જાય છે, તેની કિંમત ૫૦,૦૦૦ કરોડ રૂપિયા થાય છે. દિવસના ૨૪૪ કરોડ રૂપિયા અન્નના બગાડવાથી ભારત દેશ ને નુકશાન થાય છે. તેથી આપણે ખોરાક નું મહત્વ સમજવું જોઇએ અને અન્ન નો બગાડ કરવો ન જોઈએ. બાળકો ને ખોરાક ન બગાડવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને વધેલા અન્ન ને જરૂરીયાતમંદ અને ભુખ્યા લોકો સુધી પહોંચવામાં આવે તેમ જણાવ્યું.
વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે બાળકો ને ખોરાકનો વ્યય થતો અટકાવવા માટેની શિબિર યોજાઈ
Advertisement