ઇમરાન ઐયુબ મોદી
સાઉદી અરેબિયા સ્થિત મુસ્લિમો નાં પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા શરીફ ખાતે બે અઠવાડિયા પેહલાં જિલહજ્જ નાં પવિત્ર માસ દરમિયાન કુટુંબીજનો સાથે હજ્જ કરવાં ગયેલાં પાલેજ નાં વેપારી હાજી ઈબ્રાહીમમિયાં અલ્લી મિયાં સૈયદ ઉર્ફે મલંગ ભાઈ સાયકલ વાળા નાં પુત્ર હાજી ફજલેકરીમ સૈયદ ઉ.વર્ષ ૪૭ નું આજ રોજ તારીખ ૯ ને શુક્રવારે મક્કા શરીફ ખાતે હોસ્પિટલ માં નિધન થતાં તેઓ ની દફનવિધિ મક્કા શરીફ મુકામે કરવામાં
આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૨૫ જુલાઈ નાં રોજ પાલેજ થી હજજે બયતુંલાહ જવા પાલેજ થી રવાના થયેલાં પાલેજ નાં જાણીતાં વેપારી સૈયદ ઈબ્રાહીમ મિયાં અલ્લી મિયાં ઉર્ફે મલંગ ભાઈ સાયકલ વાળા તેમના પુત્ર ફજલે કરીમ સૈયદ ની તબિયત બગડતાં હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતાં. ફજલેકરીમ નું ટૂંકી માંદગી બાદ સારવાર દરિમયાન આજ રોજ તા.૯ નાં હોસ્પિટલ માં નિધન થયું હતું. ઘટના ની જાણ થતાં પાલેજ માં હિન્દૂ મુસ્લિમ સમુદાય માં તેમનાં કુટુંબીજનો ને દિલોશોજી પાઠવી હતી.
પાલેજ ના પાછલા બજાર માં ઘર વપરાશ ના સમાન ની દુકાન ધરાવતા ફજલેકરિમ હજ પર જવાની વાત ને લઇ ખુબજ ઉત્સુક હતા તેમજ નગરજનો ને મળી તમારા બધા માટે દુઆઓ કરીશનું જણાવી હજ ના સફરે જવા રવાના થયા હતા જ્યાં અહેરામ ની હાલત માં શુક્રવારના રોજ ફાજલેકરીમ જન્નત નશીન થયા હતા. જેઓની દફનવિધિ શુક્રવાર ની સાંજે મક્કા ના સમય મુજબ અસર ની નમાજ બાદ રાખવામાં આવી હતી.