જન શિક્ષણ સંસ્થાન દ્વારા સરકાર તરફથી યોજાનાર વિવિધ કાર્યક્રમોનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે 15 મી જુલ્લાથી 31 મી જુલાઈ દરમિયાન સ્વચ્છતા પખવાડિયા ઉજવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને ત્રીજા દિવસે આજરોજ વાલિયા તાલુકાના વટારીયા ગામ ખાતે વ્યક્તિગત સ્વચ્છતા તેમજ મહિલા સ્વચ્છતા જાગૃતિ સંબંધિત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના જયાબેન સગર દ્વારા હાજર મહિલાઓને તથા સ્વસહાય જુથની બહેનોને વ્યક્તિગત સ્વચ્છતા તેમજ મહિલાઓમાં સ્વચ્છતા, સેનેટરી પેડ, આરોગ્ય સાથે નાણાં બાળકોની સંભાળ અને તેમની સ્વચ્છતા ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું. પોતાના ઘરથી લઈને પુરા ગમની સ્વચ્છતા રાખવા સૌ જીવન પર્યત સહભાગી રહે તેવી અભથર્ના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
સદર કાર્યક્રમમાં જીગ્નેશભાઈ વસાવા, વટારીયાનાં રિસોર્સ પર્શન કુંતાબેન વસાવા અને મનીષાબેન વસાવા સહાભાગી થયાં હતા. જયારે રિસોર્સ પર્સન ક્રિષ્નાબેન કઠોલીયા, ગીતાબેન સોલંકી દ્વારા જાણ જાગૃતિ પોસ્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.