તીવ્ર પવનના સુસવાટા: લઘુત્તામ તાપમાન ગગડી 14 ડિગ્રીએ
ભરુચ જીલ્લામાં ફરી એકવાર શીત લહેર ફેલાઇ ગઈ છે. કેટલાક દિવસો અગાઉ એટલે કે તા.24/1 થી 27/1 દરમ્યાન ભરુચ જિલ્લામાં તીવ્ર ઠંડીનો ચમકારો જણાયો હતો. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું ગયું હતું. પરંતુ હાલમાં ફરી એકવાર 15 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાતા ઠંડા પવનના સુસવાટાએ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. હવમાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર તા.8/2 ના રોજ મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તામ તાપામાન 14 ડિગ્રી નોંધાયું છે.
Advertisement