મુસરધાર વરસાદના સમયમાં ભરુચ નગરપાલિકા ધ્વારા ત્વરિત અસરકારક કામગીરી કરવામા આવે છે તેવા દાવા પોકળ સાબિત થયા હતા જેમકે ખત્રીવાદ વિસ્તારમા તોટિંગ વૃક્ષ ઢરાસાઇ થયુ હતું આ વૃક્ષ ઢરાસાઇ થતાં માર્ગ પરથી અવર જવર બંધ થઈ ગઈ હતી એટલું જ નહીં પરંતુ ઢરાસાઇ થયેલ વૃક્ષ જોખમકારક સાબિત થઈ શકે તેમ હતું વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં ઢરાસાઇ વૃક્ષ અંગે યોગ્ય કામગીરી કરવા અંગે નગરપાલિકા તંત્ર ધ્વારા કોઈ વ્યવસ્થા ન કરતાં છેવટે સ્થાનિક લોકો એ જાતે વૃક્ષ કાપવા અને હટાવવાની કામગીરી કરી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે જે વિસ્તારમાં ઝાડ પડ્યું છે તે વિસ્તારના પાછળના મોહલ્લામાં ભરુચ નગરપાલિકાના પ્રમુખ રહે છે તેમ છતાં કામગીરી ન થતાં મોહલ્લામાં રોષની લાગણી છવાઈ ગઈ છે સ્થાનિકોમાં રોષ ભભૂકતા નગરપાલિકા ધ્વારા ઝાડ હટાવવા માટે ફાયરના માણસો મોકલી અપાયા હતા.
Advertisement