પાસા જેવી કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ થતો હોવાનો આક્ષેપ
રાજ્યપાલને સંબોધન કરતું આવેદન પત્ર કલેકટર મારફત અપાયું
ભરૂચ
સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે વિવિધ કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ કરી આદિવાસીઓને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં રાજ્યના રાજ્યપાલને સંબોધન કરીને આવેદન પત્ર કલેકટર મારફત પાઠવવામાં આવ્યું હતું વિજય વસાવા ની આગેવાનીમાં પાઠવાયેલ આવેદન પત્રમાં આદિવાસીઓ પર થતા અત્યાચારોની વિગતો આપવામાં આવી છે વન વિભાગના અધિકારીઓ કેવી રીતે અત્યાચારો ગુજરાય છે તે પણ આવેદન પત્ર માં જણાવાયું છે વધુમાં વિધાન સભા ની ચૂંટણીના સમયે નર્મદા જિલ્લાના કથલ ગામખાતે ઈ વી એમ મશીન રહી ગયું હતું જે અંગે દેડિયાપાડાના સામાજિક આગેવાન વસાવા ચેતર ભાઈએ તંત્ર નું ધ્યાન દોર્યું હતું આ બાબત મીડિયામાં આવતા ચર્ચા નો વિસય બન્યો હતો જેથી વૈમનસ્ય રાખી નર્મદા કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા અને ચેત ર વસાવા ને પાસાની કલમો લગાવી જેલ ભેગા કરવામાં આવ્યા છે જેથી પાસાની કલમો રદ કરી તેમને મુક્ત કરવા આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે
પાસા જેવી કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ થતો હોવાનો આક્ષેપ
Advertisement