Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જિલ્લાના ૩ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરાશે ઃ

Share

ચોવીસી ખાતેથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલ

નવસારીઃમંગળવારઃ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શીશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો ધોરણ-૧ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરતાં તમામ વિઘાર્થીઓ ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકો ૪ ડી પ્રમાણે આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં નવસારી જિલ્લાના ૩૦૫૩૦૮ જેટલા બાળકોની આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ચોવીસી ખાતેની સંદિપ દેસાઇ સ્કુલ ખાતે રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેકટર શ્રી કે.જે.રાઠોડ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પિયુષ પટેલ ઉપસ્થિત રહયાં હતાં.

Advertisement

આ અવસરે રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે ઉપસ્થિત તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં આજથી આંગણવાડીથી લઇ, ૧૮ વર્ષ સુધીના ધોરણ-૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ ખાનગી/સરકારી શાળાના બાળકો, શાળાએ ન જતા બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોના બાળકોની આરોગ્યની તપાસ અને સારવાર હાથ ધરાશે. તા.૧ લી ફ્રેબ્રુઆરી સુધી શાળા આરોગ્ય સપ્તાહમાં આરોગ્ય તપાસણી સાથે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે.

નવસારી જિલ્લામાં ૧૪૯૪ આંગણવાડીના ૮૨૭૪૦ બાળકો, ૮૮૭ પ્રા.શાળાના ૧૪૫૮૯૯ વિઘાર્થીઓ, ૧૯૯ માધ્યમિક શાળાના ૬૫૭૫૪ વિઘાર્થીઓ અને અન્ય સંસ્થાઓના ૫૫૨૭ બાળકો અને શાળાને ન જતાં ૫૩૮૯ બાળકો મળી કુલ ૩૦૫૩૦૮ વિઘાર્થીઓને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં આવરી લેવાશે. આરોગ્ય સપ્તાહ દરમિયાન ૧૬૨ ડોકટર્સ સહિત ૧૦૧૬૧ જેટલા આરોગ્યકર્મીઓ જોડાશે. અભિયાન દરમિયાન બાળકોની આરોગ્ય ચકાસણી ઉપરાંત જરૂર જણાશે ત્યાં સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરો ઘ્વારા સારવાર હાથ ધરાશે. બાળકોને હ્દય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં ઝડપી સારવાર મળી રહે તે માટે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે સારવાર વિનામૂલ્યે મળશે. મંત્રી શ્રી પરમારે વધુમાં જણાવ્યું હતું કે, સપ્તાહ દરમિયાન બાળકોને પોષણક્ષમ આહાર, સ્વચ્છ વાતાવરણ, શુધ્ધ પીવાનું પાણી, આરોગ્યપ્રદ ટેવો સાથે સંસ્કારોનું સિંચન થાય એવું આયોજન ધડી કઢાયું છે. રાજય સરકારની આરોગ્યલક્ષી અનેક યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં બાળકોના આરોગ્યની ચિંતા કરી આરોગ્યની ચકાસણી કરી ભાવિ પેઢીને તંદુરસ્તી બનાવવા રાજય સરકાર પ્રયત્નશીલ છે. સમગ્ર દેશમાં જ નહી પણ વિશ્વમાં આપણા આરોગ્ય વિભાગની સેવા મોખરે રહી છે.

જિલ્લા આર.સી.એચ.અધિકારી ડૉ.સુજીત પરમારે શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિલિપ ભાવસારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મોહનભાઇ હળપતિ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શીલ્પાબેન પટેલ, સંસ્થાના પ્રમુખ શ્રી અજીતભાઇ દેસાઇ, મંત્રીશ્રી ઓમપ્રકાશ અગ્રવાલ, ચોવીસીના સરપંચ શ્રીમતી ઇલાબેન આહિર, કબિલપોરના સરપંચ શ્રી છનાભાઇ જોગી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન, આરોગ્ય વિભાગના ડૉ.પુંછવાલા, ડૉ.મજીગાંવકર, ડૉ.ધવલ મહેતા, આરોગ્યકર્મીઓ, વિઘાર્થીમિત્રો, શિક્ષકો ઉપસ્થિત રહયાં હતાં. અંતમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.મેહુલ ડેલીવાલાએ ઋણ સ્વીકાર કર્યો હતો. ૦૦૦૦૦


Share

Related posts

મહેસાણા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયા તાલુકામાં 1000 કીટ ગરીબોને વિતરણ કરાઇ.

ProudOfGujarat

રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે વર્ષ-૨૦૧૮-૧૯ની બેચના તાલીમી ફોરેસ્ટ રેન્જ ઓફિસર્સની યોજાયેલી પાસીંગ આઉટ સેરેમની.

ProudOfGujarat

અંકલેશ્વર : બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે બનેલ ઘાતક મર્ડર કેસમાં ત્રણની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!