Proud of Gujarat
FeaturedGujaratUncategorized

બિરલા કોપર કંપનીમાં કામદારનું 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ થી પટકાતાં મોત , કંપની અને કોન્ટ્રાકટરો ની બેદરકારી હોવાનું જણાયું.

Share

ભરુચ જિલ્લાની દહેજ ઔધ્યોગિક વસાહટ ખાતે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાયા છે તેમાં કંપની અને કોન્ટ્રાકટરોની બેદરકારીના પગલે કામદારોના મોત થતાં હોવાના કિસ્સા વધી રહ્યા છે આવોજ એક બનાવ સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં એક કામદાર કે જે બિરલા કોપર કંપનીમાં 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ ધરાવતા ટાવર પર કામ કરી રહ્યો હતો તે અચાનક પટકાતાં તેને ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાઈ રહ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું આ બનાવમાં બિરલા કોપર કંપનીના કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં અખિલેશસિંઘ ઉમર વર્ષ 27 નું મોત નીપજયું હતું. કંપની અને કોન્ટ્રાકટરના બેદરકારી ભર્યા વલણ અને કામ કરવાની પદ્ધતી અંગે જાતજાતની તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસતંત્ર ધ્વારા પણ આ અંગે સઘન તપાસ થવી જોઇએ તેવી લોક માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

બારડોલી : ખેતી નિયામક ફાર્મ કૃષિ પ્રયોગોના ખખડધજ અને ખંડેર મકાનમાં નિદર્શન કેન્દ્રના કર્મચારીઓ બજાવી રહ્યા છે ફરજ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગરમી નો પારો દિનપ્રતિદિન ઉચકાતા જનજીવનને અસર.ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં 108 એમ્બ્યુલન્સને ગરમીને લગતા ૩૮૨ કોલ મળ્યા….

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રેક્ટર ચાલક પિતા એ બ્રેક મારતા ઉછળી પુત્રી નીચે પટકાતા મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!