વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી પાંચ માળની જર્જરિત થયેલી L&T કંપનીની બિલ્ડીંગને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. જે સમયે કર્મચારીઓ બિલ્ડીંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે એકા-એક આ પાંચ માળની ઈમારતનો એક ભાગ ધરાસાઈ થયો હતો. આ ઘટનાને પગેલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા 10 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોંચ્યો હતા. ઘટનાને પગલે 7થી 8 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળ બોલાવમાં આવી હતી. બિલ્ડીંગનો ભાગ ધરાસાઈ થયા કેટલાક પાંચથી છ મજૂરો બિલ્ડીંગના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.ફાયરના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દબાયેલા મજૂરોને રેક્સ્યું કરવાની કામગીરી શરૂ કરી હતી. રેક્સ્યુ કામગીરી દરમિયાન બિલ્ડીંગના કાટમાળને ખસેડવા માટે તંત્ર દ્વારા JCBની મદદ પણ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે મજૂરોને કાટમાળની નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે અને તેમાંથી એક મજૂરનું મોત નીપજ્યું છે અને એકની હાલત ખૂબ ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તંત્રની સાથે-સાથે સ્થાનિક લોકો પણ બચાબ કામગીરીમાં લાગી ગયા છે.આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ તંત્ર પણ આક્ષેપો કર્યા છે કે, અમે તંત્રને વારંવાર રજૂઆત કરતા હતા કે, તંત્ર દ્વારા બચાવ કામગીરીમાં માત્ર JCB થી જ કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે કોઈ હેવી મશીનની મદદ લેવામાં નથી આવી રહી.
નસીમ શેખ :- ડભોઇ