ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર એક મહત્વના વેપારી મથક તરીકે સમગ્ર જિલ્લામાં આગળ પડતા સ્થાને ગણાય છે.રાજ્યમાં ઘણા તાલુકાઓના વિભાજનો થી નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે.અને કેટલાક જિલ્લાઓના વિભાજનથી નવા જિલ્લાઓ પણ બન્યા છે.વિભાજન પ્રક્રિયાથી નવા તાલુકા અને જિલ્લા બનાવવાનો મૂળ હેતુ વહિવટી દ્રષ્ટિએ સુગમતા મેળવવાનો હોયછે.ભરુચ જિલ્લાના વિભાજન થી નર્મદા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો.થોડા વર્ષો અગાઉ વાલિયા તાલુકાના નેત્રંગ ને પણ તાલુકા મથક નો દરજ્જો મળ્યો.ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરે એક મહત્વના વેપારી મથક તરીકે મોટી નામના મેળવી છે.આ નગર ઘણા ગામો સાથે ધંધાકીય લેવડદેવડ ના સંબંધો થી જોડાયેલું છે.નગરમાં પોલીસ સ્ટેશન,રેલવે સ્ટેશન,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ,સહકારી સંસ્થાઓ,વિવિધ ધંધાઓથી ધમધમતા બજારો, વિ.સુવિધાઓ ઉપલ્બધ છે.રાજપારડી નજીક નેત્રંગ જવાના માર્ગ પર પત્થરનો ક્વોરી ઉદ્યોગ વિકાસ પામેલો છે.ઉપરાંત અત્રે જી.એમ.ડી.સી.નો લિગ્નાઇટ પ્રોજેકટ પણ વર્ષોથી કાર્યરત છે.આ બધી બાબતો નગરને તાલુકા મથક બનાવવા પુરતી છે.ઝઘડીયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ ભરુચ જિલ્લામાં આગળ પડતા સ્થાને ગણાય છે.તાલુકાનું વિભાજન કરીને રાજપારડી ને તાલુકો બનાવાય તો તાલુકાનો કાર્યભાર હળવો બનતા વહિવટી દ્રષ્ટિએ સુગમતા પ્રાપ્ત થઇ શકે.ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા,રાજપારડી અને ઉમલ્લા એમ ત્રણ પોલીસ સ્ટેશનો આવેલા છે.રાજપારડી અને ઉમલ્લા પોલીસ સ્ટેશનો ના વિસ્તારોને સાંકળીને નવો રાજપારડી તાલુકો બનાવી શકાય તેમછે.રાજપારડી ને તાલુકો બનાવતા પાણેથા,વેલુગામ અને ભાલોદ પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને પણ નજીકના અંતરે તાલુકા મથક ની સુવિધા મળતા આ પંથકના ગામોની જનતાને પણ વહિવટી સુગમતા નો લાભ મળી શકે.આ પંથકની જનતા ની વર્ષો જુની માંગ છેકે રાજપારડી નગરને તાલુકા મથક બનાવાય.ઉપરાંત તાલુકા મથક બનતા આ પંથકનો બાકી રહેલો કેટલોક વિકાસ પણ શક્ય બને.અને સર્વાંગી વિકાસ પણ ઝડપી બની શકે.તેથી રાજપારડી નગરને તાલુકા મથક બનાવવા અસરકારક આયોજન કરાય તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી