ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના તરસાલી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી શાખા દ્વારા ચુંટણી કાર્ડ વેરિફીકેકેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.ટ્રસ્ટ ના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમ નો ભાલોદ ટોઠિદરા તરસાલી તેમજ રુંઢ ગામના નાગરીકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.ઉલ્લેખનીય છેકે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જન ઉપયોગી કાર્યક્રમો યોજાય છે.હઝરત શૈખુલ ઇસ્લામ ના નામ સાથે જોડાયેલ આ સંસ્થા હઝરત ના અનુયાયીઓ ની જહેમત થી વિવિધ લોકોપયોગી કાર્યક્રમો સફળતા પૂર્વક પાર પાડે છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી
Advertisement