મળતી માહિતી અનુસાર ઝઘડિયા જીએડીસી માં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં 32 વર્ષીય યુવાન કૃષ્ણ પાંડે પાછલા કેટલાક વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે આજરોજ કંપનીમાં ઝેરી ગેસ લાગવાના કારણે મૃત્યુ થયું હોય એવું જાણવા મળ્યું હતું ત્યારે કંપનીના અધિકારીઓએ આ મોતને એટેક જણાવી મામલાના રફા દફા કરવા માટે ની પણ કોશિશ કરવામાં આવી હતી ત્યારે કેટલાક કામદાર સમાજના આગેવાનો તથા જાગૃત યુવાનો દ્વારા મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમગ્ર લોકો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા, ત્યારે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ કે કંપની ઇન્સ્પેક્ટર ને જાણ કરવામાં આવી ન હતી, હાલ મૃતકના પરિવારજનો જ્યાં સુધી અમને વળતર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી ડેડ બોડીની અહીંયાથી ઉઠાવતો નહીં તેવી પણ કંપનીના અધિકારીઓને ચીમકી આપી હતી..
Advertisement