આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ને આત્મરક્ષણ સહિત જરૂરી માહિતી પ્રદાન કરવામાં આવી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોટાસોરવા ગામની સરકારી માધ્યમિક શાળામાં ઉજાસભણી કાર્યક્રમની ત્રી દિવસીય ઉજવણી કરવામાં આવીહતી.કાર્યક્રમ નો હેતુ વિદ્યાર્થીઓ ને વિવિધ પ્રકારની જરૂરી માહિતી આપવાનો હતો જેના અનુસંધાને એઇડ્સ,સ્વાસ્થ,સ્વચ્છતા,જાતિયરોગો,સ્ત્રીરોગો,બાળલગ્ન,બાળ અધિકાર,પોસ્કો એક્ટ વિગરે સંબંધીત માહિતી આપવામાં આવી.કાર્યક્રમના પ્રથમ દિવસે ઉમલ્લા પોલીસના જસવંતભાઇ વસાવાએ પોસ્કો,ગુડટચ,બેડટચ,તેમજ સેલ્ફ ડિફેન્સના અમુક એક્ટની માહિતી આપી.દ્વિતિય દિવસે પ્રાથમિક કેન્દ્રના અશોકભાઇ વસાવા,યમુનાબેન વાઘેરાએ સ્ત્રીરોગો,સ્વચ્છતા અને પોષક આહાર સંબંધી માહિતી આપી.3જા દિવસે રાજપારડી પોલીસ સ્ટેશન ના ભુપેન્દ્રભાઇ પરમાર,જસવંતભાઇ વસાવા અને સર્વાંગી વિકાસ મંડળ સંસ્થા તરફથી રોબિન્સભાઇ ભગત,જયોતિનભાઇ વસાવાએ યુવતી છેડતીનો પ્રતિકાર,તેમજ કાયદાકીય જોગવાઈઓ ને લગતી જાણકારી આપી.કાર્યક્રમમાં શાળાના આચાર્ય,ઇન્ચાર્જ આચાર્યા સુધાકુમારી,શિક્ષકગણ તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાળાઓ માં યોજાતા આવા માહિતીપ્રદ કાર્યક્રમો થી બાળકોમાં શિક્ષણ ની સાથે સાથે જાગૃતતા નો સંચાર થાય છે,એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી.શાળા પરિવારે કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી। :- રાજપારડી