Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની મેજડાયરી/કેલેન્ડર પ્રકાશિત કરાશે

Share

*જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની મેજડાયરી/કેલેન્ડર પ્રકાશિત કરાશે

* આ મેજ ડાયરીમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ, જુદા-જુદા વિભાગો, જામનગર સહિત અન્ય જિલ્લાઓની માહિતી તેમજ અગત્યની કચેરીઓના ફોન નંબરનો સમાવેશ કરવામાં આવશે તેમ જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ એ માહિતી આપી છે.

Advertisement

જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ની માહિતીસભર મેજ ડાયરી લોકભાગીદારીથી પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ, જુદા-જુદા વિભાગો, જામનગર અને અન્ય જિલ્લાઓની માહિતી, જામનગર શહેર/જિલ્લા તેમજ તાલુકા કક્ષાની તમામ અગત્યની સરકારી કચેરીઓના નામ તેમજ ફોન નંબરનો મેજડાયરીમાં સમાવેશ કરાશે. જેના થકી જિલ્લાની જનતાને પંચાયતી માળખાની તેમજ અનેક વિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થશે.આ મેજડાયરીમાં સંસ્થાઓ શુભેચ્છા જાહેરાત પણ આપી શકશે. જેના ભાવો આ મુજબ છે. ફૂલ પેઈઝ (સાઇઝ:૯.૫૦” * ૭.૨૫”), હાફ પેઈઝ, ક્વાટર પેઇઝ, ૧/૮ પેઇઝ, ૧/૧૬પેઇઝના ફોર કલરમાં જાહેરાતના દર અનુક્રમે રૂ.૩૦,૦૦૦, રૂ.૧૫૦૦૦, રૂ.૭૫૦૦, રૂ.૩૭૫૦, રૂ.૨૦૦૦ તથા સિંગલ કલરમાં જાહેરાતના દર અનુક્રમે રૂ.૨૦,૦૦૦, રૂ.૧૦,૦૦૦, રૂ,૫૦૦૦, રૂ.૨૫૦૦, રૂ.૧૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે.

લોકભાગીદારીથી જાહેરાતો મેળવી તેમજ મેળવેલ જાહેરાતોના મુસદ્દા બજેટપેપરમાં તૈયાર કરીને જાહેરાતની રકમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગરના નામનો એકાઉન્ટ પેઇ ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે જિલ્લા પંચાયતની સામાન્ય શાખામાં તા.૦૮-૦૮-૨૦૨૪ સુધીમાં મોકલવાનો રહેશે. જેની સર્વે જાહેરાત આપનારે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

નવસારીમાં યુવા કોંગ્રેસનો પૂતળા દહનનો ફિયાસ્કો, કોઈ ફરક્યું જ નહીં

ProudOfGujarat

દીવ પ્રશાસન અને ministry of environment ફોરેસ્ટને climate change દ્વારા world environment day અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ….

ProudOfGujarat

નડીયાદ : પીજ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!