ગોધરા-જિલ્લાના મૂક-બધિર દિવ્યાંગ બાળકોને લેટેસ્ટ ટેકનોલોજી વાળા ‘વી-હિયર એન.યુ’ ડીવાઇસ વિતરણનો કાર્યક્રમ ‘ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય ખાતે યોજાયો
‘ઓ.એન.જી.સી.’ અમદાવાદ અને
‘ફાઉન્ડેશન ફોર ઈન્ટીગ્રેટેડ સપોર્ટ એન્ડ સોલ્યુશન’ ના સંયુક્ત ઉપક્રમે સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત પંચમહાલ જિલ્લા એસ.એસ.એ. (આઈ.ઈ.ડી.) એકમ દ્વારા આયોજિત જિલ્લાના મૂક-બધિર દિવ્યાંગ બાળકોને લેટેસ્ટ ટેકનોલોજી વાળા ‘વી-હિયર એન.યુ’ ડીવાઇસ (હિયરીંગ એઇડ) વિતરણ માટેનો કાર્યક્રમ ‘ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય-ગોધરા’ ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો
જેમાં સંસ્થાના કુલ 52 જેટલા મૂક બધિર દિવ્યાંગ વિદ્યાર્થીઓને હિયરીંગ એઇડ (સાંભળવાનું મશીન) આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ONGC અમદાવાદ એસેટના જનરલ મેનેજર CC & CSR રૂણા મજમુદાર મૅડમ અને ‘ફાઉન્ડેશન ફોર ઈન્ટીગ્રેટેડ સપોર્ટ એન્ડ સોલ્યુશન’ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કરન સરગરા ઉપસ્થિત રહ્યા.આ લેટેસ્ટ ટેકનોલોજી વાળા હિયરીંગ એઇડ (સાંભળવાના મશિન) થી આ મૂક-બધિર દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસમાં ખૂબ ફાયદો થશે.