કેવડિયા સરકરી હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને અભાવે 88 વિધાર્થીઓ અટવાયા!!!!
ધોરણ -9 અને 10ના 88 વિદ્યાર્થીઓના ભણતર પર પ્રશ્નાર્થ:88 બાળકોને ભણાવતા શિક્ષણકે ઉઠાવી ડીઈઓએ માંકડઆંબા મૂકી દીધા.
2 વર્ષ પહેલાજ લાખોના ખર્ચે સમાર કામ થયું હતું પણ બારીબારણાં પણ તૂટી ગયા,કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પ્રશ્નાર્થ.
રાજપીપળા:કેવડિયા કોલોની ખાતે છેલ્લા 50 વર્ષથી ધમધમતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આજે મૃતપાય હાલતમાં છે.નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને દ્વારા એ શાળાને મર્જ કરવાની કોશિશ થઇ રહી હોવાની બુમો છે ત્યારે આધિકારીઓ કેમ બાળકોનું હિત જોતા નથી એવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે.નર્મદામાં જૂની સ્કૂલો બંધ થાય તેને ધ્યાન ના આપી નવી ખુલતી શાળાઓને પ્રાધાન્ય આપે છે જેમાં બિચારા વિદ્યાર્થીઓ અટવાય છે.આવા જ અણધડ વહીવટનો ભોગ આજે કેવડિયાની એક શાળા બની રહી છે.રેગ્યુલર મહેકમમાં આવતા ગણિત વિજ્ઞાનના શિક્ષકને નવી શાળા માંકડઆંબામાં જિલ્લા શિક્ષણાધિકારીએ મૂકી દીધા છે અને કેવડિયાના 88 બાળકો હાલ સત્ર ચાલુ થયે પણ ગણિત-વિજ્ઞાન ભણ્યા જ નથી.તો તાત્કાલિક ગણિત વિજ્ઞાનના શિક્ષકને મુકવા વાલીઓ અને વિધાર્થીઓની ઉગ્ર માંગ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાની સૌથી મોટી સરકારી શાળા ગણાતી કેવડિયા સરકારી માધ્યમિક શાળામાં એક જમાનામાં 2000 થી વધુ વિધાર્થીઓ હતા.જેમાં પ્રવેશ મેળવવા ઓળખાણની જરૂર પડતી પરંતુ આજે આ શાળાના ખસ્તા હાલ છે.કોઈ પણ શિક્ષણાધિકારી આવે આ શાળામાં ભણતા બાળકોની જાણે પરવા ના હોય એમ પોતાના મનસ્વી નિર્ણયો કરતા હોય છે.જેમાં બાળકોનું ભવિષ્ય દાવ પર લાગે છે અને પછી પરિણામ નીચું આવે તો એ જ આધિકારીઓ બાળકો અને શિક્ષકોની પરીક્ષા લેવા પ્રોજેક્ટો બનાવે છે પણ પોતાની ભૂલ કોણ સમજાવશે એ પ્રશ્ન છે.
કેવડિયા સરકારી સ્કૂલનું બિલ્ડીંગ એક દમ જર્જરિત થઇ ગયું છે.બે વર્ષ પહેલા જ એને લાખોના ખર્ચે રીપેર કરવા કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. પણ કોણ જાણે કન્ટ્રક્ટરે કેવું રીપેર કર્યું હશે એ સ્કૂલના બારી-બારણા પણ નથી.તો બીજી બાજુ ફોટા પાડી બિલ પાસ કરાવી લીધા હોવાથી આજે એ સ્કૂલની હાલત દયનિય છે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.બારી બારણા ન હોવાથી જો ઉપરથી બાળક પડે તો દુર્ઘટના પણ થઇ શકે એવી હાલત છે.