આજરોજ ભરુચના શક્તિનાથથી ગેઇલ ટાઉનશીપ સુધી રેલી યોજાઇ હતી. રેલીનો આશય જનજાગ્રુતિ લાવવાનો હતો. જેમાં ભવિષ્યની પેઢી માટે તેલ, ગેસ તેમજ કુદરતના સંશાધનો બચાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. રેલીમાં ગેઇલ કંપનીના કર્મચારીઓ તથા જાગ્રુત નાગરિકો જોડાયા હતા. આ તબક્કે ગેઇલ ઇન્ડિયા લી. ગંધાર દ્વારા કરાયેલા વિવિધ કાર્યક્રમોની વિગત આપવામાં આવી હતી. આ પ્રસંગે જી.એમ. બી.સત્યનારાયણ દ્વારા તા.16-1-19 થી 15-2-19 દરમ્યાન થયેલ અને થનાર વિવિધ પ્રવ્રુત્તિઓની જાણકારી અપાઇ હ્તી. ગેઇલ ગંધાર દ્વારા એલ.પી.જી. ટેન્કર ડ્રાઇવરો માટે તેમજ કીચન સલમતી અને વિવિધ ગામના બાળકો માટે ચિત્રસ્પર્ધા, ગ્રુહિણીઓ માટે જાગ્રુતતા સત્ર તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની માહિતી અપાઇ હતી.
Advertisement