02/08/19
દિનેશભાઈ અડવાણી
Advertisement
આજરોજ આશરે 12 વાગ્યાના સમયે મામલતદાર કચેરીએ ગામના કેટલાક લોકો આવી ગામમાં પુરની પરિસ્થિતિ વિશે રજુઆત કરી હતી મુંબઈ થી વડોદરાનો જે એક્સપ્રેસ વે બની રહ્યો છે જેમાં માટીની જરૂરત જણાતા કોન્ટ્રાક્ટરોએ આડેધડ માટીનું ખોદકામ કર્યું છે વેલમ ખાદી જે બારજથી નીકળી સુથોદ્રા સરભણ થઈ આછોદ તરફ જાય છે જેને 30 ફૂટ થી વધારે ઉંડી ખોડી હોવાથી કોઈ જાનહાની નુકશાન થાય તેમ જણાવ્યું કોન્ટ્રાક્ટરો દ્વારા જ્યાં પાણી ભરાવવાની સમસ્યા છે તે જગ્યાઓ ઉપર નાળા ન બનાવી ભૂંગરાઓ નાખ્યા ન હતા જેને કારણે પાણી નો નિકાલ ન થતા આખું સુથોદ્રા ગામ પાણી વચ્ચે ફસાયું હતુ ખેતરોમાં પણ ભારે નુકશાન થયું આ નુકસાની નું સરકાર વળતર ભરપાઈ કઈ આ પૂરગ્રસ્ત પરિસ્થિતિ નો સામનો મળી રહે તેવી માંગ સાથે ગામલોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યૂ હતું