Proud of Gujarat
GujaratFeaturedINDIA

આદમખોર દીપડાએ હાથતાળી આપતા ફોરેસ્ટ વિભાગે સ્વ બચાવવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

Share

મધ્યપ્રદેશ ગુજરાતની સરહદે આવેલા ધાનપુર દેવગઢ બારીયા વનવિભાગ પંથકના વાસિયા ડુંગરી રેન્જના જંગલ વિસ્તારના ગામોમાં આદમખોર દીપડાના ત્રાસથી ગ્રામજનોમા હાહાકાર મચેલો છે છેલ્લા સપ્તાહથી રાજ્યભરમાંથી વનવિભાગના વરિષ્ઠ અધિકારીની ટીમ ધાનપુર જંગલમાં ધામા નાખીને આદમખોર દીપડાને ટ્રેક કરી રહી છે છતાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિષ્ણાંતોની સૂઝબૂઝ કરતા આદમખોર દિપડો જાણે એક કદમ આગળ હોય તેવી રીતે પાંજરામાં આવવાને બદલે જંગલમાં હજુ સુધી વિહાર કરી રહ્યો છે. સીસીટીવી કેમેરા, દિપડાના પગના ટ્રેક કરવો સહિતની વિવિધ સ્ટ્રેટેજીના ઉપયોગ બાદ પણ દીપડાને પકડવામાં નિષ્ફળ મળી છે. આવા સંજોગોમાં વનવિભાગે આદમખોરથી બચવા માટે આસપાસના ગામોમાં દીપડાથી બચવા માટે સાવધાની અને સાવચેતી રૂપે બેનર લગાવવામાં આવ્યા છે વન વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને લોકજાગૃતિ કેળવવામાં આવી રહી છે તેમજ જંગલમાં એકલદોકલ નીકળતા કે ટોળામા નીકળતી વેળાએ જો કોઈ આદમખોર દીપડો હુમલો કરે તો સ્વબચાવ માટે બે હાથની ગળામાં કડી વાળી સહિત વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરે દીપડા નો સામનો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેમજ એકલા અટુલા નહિ ફરવાની પણ સલાહ અપાઈ રહી છે જ્યારે ગ્રામજનોને નાના બાળકો સહિત લોકોને એકલા નહી જવાની પણ સુચના આપવામાં આવી છે

Advertisement

Share

Related posts

 અંકલેશ્વર નાં પિરામણ ગામ ખાતે ગત રાત્રિએ ઘાસના પૂળામા આગ લાગી હતી

ProudOfGujarat

જન્મથી જ જમણા હાથની ખોટ ધરાવતી ભરૂચની સામિયાને મુંબઇમાં મળ્યો નવો હાથ

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના બેફામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!