કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ પાકલક્ષી માહિતી આપવામાં આવી.ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે કૃભકો દ્વારા કપાસ પાક નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આયોજીત કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ ખેતીવિષયક માહિતી આપવામાં આવીહતી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ કાર્યક્રમ નો લાભલીધો હતો.અવિધાના ગામ અગ્રણી મહેશભાઇ પાટણવાડીયા,ભરૂચ દુધધારા ડેરીના ડિરેક્ટર મહેશભાઇ પટેલ,કૃભકોના એરીયા ઇન્ચાર્જ મેનેજર પી.વી.કાછડીયા,કૃભકોના જીલ્લા પ્રતિનિધિ મનોજભાઇ વાળા,અછાલીયા કપાસ સંશોધન કેન્દ્રના ડો.એમ.આર.ઠાકોર,તેમજ ડો.બી.એ.ચૌધરીએ કાર્યક્રમ માં ઉપસ્થિત રહીને ખેડૂતોને કૃભકોની વિવિધ સેવાઓ સંબંધી જાણકારી આપી હતી.ખેતીના ઉત્થાન ,નીમ કોટેડ યુરીયાના ફાયદાઓ,કૃભકોના બાયો કમ્પોસ્ટ,બાયો ફર્ટીલાયઝર,જેવીક ખાતરના ઉપયોગો,પી.ઓ.એસ.મશીન,ખેતી પધ્ધતિ,ખાતરનો વપરાશ,જંતુનાશક દવાઓનો વપરાશ વિ.જેવી ખેતી વિષયક બાબતો અંગે ખેડૂતોને વિસ્તારથી માહિતી આપી હતી.કાર્યક્રમમાં અવિધા સહિત આજુબાજુના ગામોના ખેડૂતોુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નો લાભ લીધો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ આયોજકોએ ઉપસ્થિતો નો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી:- :- રાજપારડી