Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંક્લેશ્વર માં માનસી મોટર્સનાં કર્મચારીએ આરટીઓ માં જમા કરવાના રૂપિયા 5 લાખ 51 હજાર પોતાના અંગત કામમાં વાપરી નાખી ઉચાપત અંગે શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી છે.

Share

પોલીસ સૂત્રીય માહીતી મુજબ અંકલેશ્વર ના રાજકમલ આર્કેડ પાસે આવેલ માનસી મોટર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ સુનિલભાઈ શાહે શહેર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર માનસી મોટર્સમાં આરટીઓ ને લગતા કામ કરતા અને જીઆઇડીસી માં પૂનમ સોસાયટી માં રહેતા કર્મચારી જ્યુબીલ મોતીભાઈ ઘડીયે તારીખ 1 – 08 – 2018 થી 21 – 12 – 2018 દરમિયાન વાહનોનાં રજીસ્ટ્રેશન માટે આવતા રૂપિયા માનસી મોટર્સમાં જમા ન કરાવીને પોતાના અંગત કામમાં ખર્ચ કરી દીધા હતા.જે અંગેની જાણ માનસી મોટર્સમાં થતા જયુબીન ઘડીયા એ કરેલી રૂપિયા 5 લાખ 51 હજાર ની ઉચાપત અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.આ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

108 એમ્બ્યુલન્સ ની પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યો છે…….

ProudOfGujarat

અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાને હરાવી 6 વર્ષીય બાળક ઘરે પરત ફર્યો.

ProudOfGujarat

કોરોના ગાઇડલાઇનના ધજાગરા : સુરતના જીલ્લાના બ્રિજ પર બર્થ ડે ઉજવતા યુવાનોનો વીડિયો વાઇરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!