અંક્લેશ્વર શહેર – તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપાનાં રાજમાં સામાન્ય જનતાને સતાવતાં પ્રશ્નોને મુદ્દે વિશાળ રેલી સાથે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું.
અંક્લેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણનું વ્યાપારીકરણ , ખેડૂતોની પાયમાલી, બેરોજગારી તેમજ આરોગ્ય મુદ્દે સરકારી લાપરવાહી અને નિષ્ફળતાનાં મુદ્દે શુક્રવારના રોજ વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. અંક્લેશ્વર ત્રણ રસ્તા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શુક્રવારે બપોરે વિશાળ રેલી નીકળી હતી. જેમાં ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાળા, કોંગ્રેસ અગ્રણી સુનીલ પટેલ, અંક્લેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસદિયા, તાલુકા પ્રમુખ બાલુભાઇ પટેલ, કોંગી અગ્રણી મગન માસ્તર સહિત શહેર તાલુકા કોંગી આગેવાનો, હોદ્દેદારો,તેમજ યુથ કોંગ્રેસ અને સંગથનનાં કાર્યકર્તાઓમોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ત્રણ રસ્તાથી નિકળેલી રેલી અંક્લેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી હ્તી. જ્યાં સુપરત કરાયું હતું. આ કાર્યક્રમ અંગેની જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડ્વાળાએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેંદ્રની ભાજપ સરકાર પ્રજાજનો માટે અચ્છે દિન લાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. તમામ વર્ગનાં લોકો મોંઘવારીથી લઈ આવક સુધીની સમસ્યાઓથી પરેશાન છે.અને પ્રજાનાં અવાજાને વાચા આપવા આ કાર્યક્રમ કરવો પડ્યો છે. જેથી સરકાર જાગે …!!!