Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં મૃતકના પરિજનોને રૂપિયા 50 લાખનું વળતર આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરતા સંદીપ માંગરોલા*

Share

*અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં મૃતકના પરિજનોને રૂપિયા 50 લાખનું વળતર આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરતા સંદીપ માંગરોલા*

અંકલેશ્વરમાં ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં થયેલ વિસ્ફોટમાં ઘણા શ્રમિકોનું દુઃખદ મૃત્યુ થયું છે, જે સંબંધ સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, આ સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે, આ સમગ્ર ઘટના રાજ્ય સરકાર અને ઔદ્યોગિક વહીવટ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે બની હોય તે સહિતના આક્ષેપો કર્યા છે, આ તમામ દુર્ઘટના બાદ સંદિપ માંગરોલાએ સરકાર સમક્ષ શ્રમિકના પરિવારજનોને તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે તેવું નિવેદન રજૂ કર્યું છે.

Advertisement

સોશિયલ મીડિયા પર વાઇરલ કરેલ કોંગ્રેસી મહામંત્રી સંદીપ માંગરોલાના નીવેદનમાં તેઓએ જણાવ્યું છે કે ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં થયેલ વિસ્ફોટ થી અનેક શ્રમિકો ઘાયલ થયા છે , તો આ બનાવમાં અન્ય શ્રમિકોનું અકાળે દુઃખદ અવસાન પણ થયું છે, ઔદ્યોગિક વસાહતોમાં કાર્યકર્તા શ્રમિકો અને સ્થાનિકોની સુરક્ષા અને સુખાકારી માટે રાજ્ય સરકારની મુખ્ય જવાબદારી હોય છે પરંતુ તમામ નિયમોને નેવી મૂકી ખાનગી કંપનીઓ પોતાની કામગીરી કરતી હોય છે નિયમોની સતત અવગણના થતી હોય તેવું પણ તેમણે એ વીડિયોમાં જણાવ્યું હતું ડેટોક્સ કંપનીનો બ્લાસ્ટ એ ભ્રષ્ટાચારનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે તેવું પણ ઉમેર્યું હતું ઔદ્યોગિક વસાહતોના આકરા નિયમોને નેવી મૂકીને મહાકાય કંપનીઓ પોતાની મન મરજી થી કામગીરી કરતી હોય તેવું પણ સ્પષ્ટ જણાય છે. આ ઘટના બાદ શ્રમિક મૃતકોના પરિવારજનો માટે તાત્કાલિક અસરથી યોગ્ય વળતર ચૂકવવાની માંગ સંદીપ માંગરોલા એ કરેલ છે.

સમગ્ર રાજ્યમાં હચમચાવી દેનાર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા શ્રમિકનું બનાવ સ્થળ પર મૃત્યુ થયું હોય તેમના પરિવારજનોને રૂપિયા 50,00, 000 ની રાજ્ય સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તથા આ ઘટનામાં ઘાયલ થયેલા શ્રમિક ને ₹10,00,000 નું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ માંગ કરેલ છે. આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જે કોઈપણ વ્યક્તિ જ જવાબદાર હોય તેની સમક્ષ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ઔદ્યોગિક સુરક્ષાની નીતિ નિયમો કડક બનાવવામાં આવે અને તમામ જગ્યાએ તેના અમલ માટે વિશેષ ટાસ્ક ફોર્સ નું આયોજન કરવામાં આવે તે સહિતની માંગ એક નિવેદનમાં સંદીપ માંગરોલા કરેલ છે.


Share

Related posts

‘તારક મહેતા…’ ચાહકોને આંચકો! શૈલેષ લોઢા પછી ‘બબીતા ​​જી’ શો છોડશે ? જાણો.

ProudOfGujarat

અમદાવાદમાં રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ProudOfGujarat

આમોદનાં ઇખરથી તેલોડ ગામની સીમમાંથી અજાણ્યા ઇસમો કેટેનરી કેબલ વાયરની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!