Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત-પૂણાગામ વિસ્તાર માં આવેલી જ્વેલર્સની દુકાનમાં થઈ બેધડક લૂંટ…વાચો

Share

સુરતમાં દિવાળીના તહેવાર સામે જ અજાણ્યા શખ્સો દ્વારા બંદૂક ની નોક પર બેધડક લાખોની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં છ જેટલા અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ અને હેલ્મેટ પહેરી ઘૂસી આવ્યા હતા અને વેપારીને બંદૂક ની નોક પર બંધક બનાવી દસ લાખથી વધુની જવેલરી ની બેધડક લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણકારી મળતા પુનાગામ પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ,પીસીબી ,એસઓજી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.જવેલર્સ ની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા માં બેખૌફ લૂંટની ઘટના કેદ થઈ હતી.જે ફૂટેજના આધારે પોલીસે અલગ અલગ ટિમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરતના ૧૮ યુવાઓએ નવી દિલ્હીમાં આયોજિત ‘અમૃત કળશ યાત્રા’ માં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું

ProudOfGujarat

નર્મદા જિલ્લાનું ખડકદા ગામ સીલ કરી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ ઉમરપાડાની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!