Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

બારડોલીના પટેલ સમાજના લગ્ન પ્રસંગે તસ્કરો મહેમાન બન્યા. ત્રણ લાખની મતાની થયેલ ચોરી. ચોરો થયા સીસીટીવીમાં કેદ

Share

બારડોલીના પટેલ સમાજના લગ્ન પ્રસંગે તસ્કરો મહેમાન બન્યા.
ત્રણ લાખની મતાની થયેલ ચોરી.
ચોરો થયા સીસીટીવીમાં કેદ

સમગ્ર સુરત જિલ્લામાં હાલમાં તસ્કરોએ એક નવી તરકીબ શરૂ કરી હોવાનું જણાઈ રહ્યું છે તસ્કરોએ હવે લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખી કામગીરી કરી રહ્યા છે તેમના રડાર પર લગ્ન પ્રસંગ એટલા માટે આવ્યું છે કે તેમાં ઓછી મહેનતે વધુ મતાની ચોરી થઇ શકે છે સુરત જિલ્લામાં લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલો પોલીસના ચોપડે નોંધાયેલ ચોરીના આ બીજો બનાવ છે પોલીસના ચોપડે ના નોંધાયેલ હોય તેવા નાના ચોરીના બનાવો બન્યા હોય તેવી શંકા અસ્થાને નથી

Advertisement

સૌપ્રથમ હાલમાં લગ્ન પ્રસંગમાં બનેલ ચોરીના બનાવની વિગત જોતા બારડોલી નજીક આવેલ પટેલ સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં મહિલાની નજર ચૂકવી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ત્રણ લાખના મતાની ચોરી નો બનાવ બન્યો હતો મહિલાએ સોનાના દાગીના અને રોકડા એક પર્સમાં મુક્યા હતા ત્યારે તસ્કરોએ નજર ચૂકવી પાકીટ ની ચોરી કરી હતી જોકે શંકાસ્પદ બંને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે હવે જોઈએ પોલીસ તપાસમાં કેટલું ઉકાળે છે લોકચર્ચા મુજબ સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ચોરી અને લૂંટના બનાવો સામાન્ય બની ગયા છે પોલીસ તંત્ર ની ઊંઘ હજુ ઊડતી ન હોય તેમ ચોરો એક પછી એક પડકાર ફેંકતા જઈ રહ્યા છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં સાત દિવસ અગાઉ ચોરીનો બનાવ બન્યો હતો પરંતુ પોલીસને તે બનાવોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ નથી તે બનાવમાં ચોર ટોળકી ની હિંમતભેર લૂંટની ચર્ચા થતા આજે પણ લોકો ભયના ઓછા હેઠળ જીવી રહ્યા છે પોલીસની કામગીરી પર શંકા થઈ રહી હોવાની ચર્ચા ચાલે છે હવે આવનારા દિવસમાં પોલીસ પોતાની છાપ સુધારે તેવી લોક માંગ ઉભી થઈ છે


Share

Related posts

અંકલેશ્વર : પીરામણ પ્રાથમિક શાળામાં પાસે ક્લોરીન ગેસ લીક થતા દોડધામ..!!

ProudOfGujarat

ઝઘડીયા : અવિધા ગામે લગ્નમાં જમતી વખતે પોતાની વાતો કરતા હોવાનો શક રાખી મારામારી કરી.

ProudOfGujarat

અંકલેશ્વર- સજા પડે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!