Proud of Gujarat
Gujarat

ચિલ્ડ્રન હોમ બોયઝ કુકરવાડાના બે છોકરા લાપત્તા :

Share

ભરૂચથી કુકરવાડા જવાના માર્ગ પર આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બે છોકરા ગુમ થયા હોવાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાઇ છે.

આ બનાવ અંગે વિગતે જોતા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કુકરવાડના અમલદાર ડહ્યાભાઇ જયરામભાઇ પરમારની પોલીસ ફરિયાદ મુજબ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બે છોકરા લપત્તા થયેલ છે.

Advertisement

આ અંગે વિગતે જોતા ભરૂચના બી.ડિવિઝન પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર અને ચિલ્ડ્રન હોમ બોયઝનાં અમલદાર ડાહ્યાભાઇ પરમારની પોલીસ ફરિયાદ મુજબ ચિલ્ડ્રન હોમ બોયઝના રાજેશ કાંતિભાઇ જૈન ઉંમર વર્ષ 12  અને સાગર રામપ્રસાદ ઉંમર વર્ષ 10 ગુમ થયેલ છે. તેઓને સંસ્થાના વાહન દ્વારા તારીખ 5-2-19 ના રોજ લગભગ સવારે 11.30 કલાક્ના સુમારે  જય અંબે સ્કુલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી પરત ન ફરતા સંસ્થાના કર્તાહર્તાઓએ બી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના ખોડાઆંબા ગામેથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદના પુન: આગમનથી ચોમાસુ ખીલ્યું

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ચાર રસ્તા અને વસરાવી ગામે ચોરીના બે બનાવો બન્યા, ચોર સીસીટીવી કેમેરામાં થયો કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!